Type Here to Get Search Results !

12 માની પરીક્ષા ને લઈ ને મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટે પરીક્ષાને માટે નીતિ વિષયક આપી આ મંજૂરી

My School Surat-Educational Paripatra,Gujarat Education, Program Educational News Educational Update Educational Software Educational Paripatra My school surat - education program education news educational update educational job

સુપ્રીમ કોર્ટમાં સીબીએસઈ અને આઈસીએસઈના ધોરણ 12ના પરિણામને લઈને સુનાવણી પુરી થઈ છે.

  • CBSE એ 12માંની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે
  • 12માંની પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ
  • વાલી પક્ષે શું કરી દલીલ?

CBSE અને ICSEની ધોરણ 12ની પરીક્ષા સાથે જોડાયેલી નીતિને આજે સુ


પ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે તેમાં વિદ્યાર્થીઓની જરૂરીયાતનું સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. કોર્ટે એ અરજીઓને પણ ફગાવી દીધી છે જેમાં દરેક વિદ્યાર્થીની લેખિત પરીક્ષાને લઈને માંગ ઉઠી હતી.

31 જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે
આ વર્ષે કોરોનાની ગંભીર સ્થિતિને જોતા CBSE એ 12માંની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડની તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે 3 વર્ષના સરેરાશના આધાર પર 31 જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. જે વિદ્યાર્થી રિઝલ્ટથી સંતુષ્ટ નહીં હોય તેમને લેખીત પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. આ પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે યોજવામાં આવશે.

12માંની પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ
સુપ્રીમ કોર્ટે આ નીતિ પર અરજીકર્તાને સલાહ આપીને કહ્યું કે મોટાભાગના અરજીઓ કર્તાઓ નીતિ સાથે સહમત ન હતા પરંતુ આ અરજીકર્તાએ દલીલ કરી કે હવે CLAT અને NEET જેવી પરીક્ષાઓ ફિઝિકલ રીતે થઈ રહી છે તો 12માંની પરીક્ષા પણ થવી જોઈએ. કોર્ટે આ માંગને ફગાતા કહ્યું કે 12માંની પરીક્ષામાં સામેલ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. CLAT અથવા NEET કોમ્પિટીટીવ પરીક્ષાઓ છે. તેમનું આયોજન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જરૂરી છે.

વાલી પક્ષે શું કરી દલીલ?
એક વાલી સંઘની તરફથી દલીલ કરતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે આંતરિક મુલ્યાંકનના રિઝલ્ટ તો 31 જુલાઈ સુધી આવી જશે. પરંતુ લેખિત પરીક્ષાનું રિઝલ્ટ ઓક્ટોમ્બર સુધી આવશે. આ વચ્ચે કોલેજ એડમિશનમાં દિક્કત આવશે. માટે આ લેખિત પરીક્ષા જુલાઈમાં થવા દેવી જોઈએ નહીં તો રિજલ્ટ એક સાથે જાહેર કરવામાં આવે. કોર્ટે જુલાઈમાં લેખિત પરીક્ષાની માંગ ફગાવી દીધી. પરંતુ બન્નેના પરિણામ એક સાથે જાહેર કરવાની માંગ પર એન્ટાર્ની જનરલ પાસે જવાબ માંગ્યો.

શું કહ્યું કેન્દ્રએ?
કેન્દ્રની તરફથી એન્ટાર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે આંતરિક મુલ્યાંકનના રિઝલ્ટની પહેલી જાહેરાત વિદ્યાર્થીઓના હિતમાં છે. તેનાથી તેમને એક તરફ વિકલ્પ મળશે કે તે રિઝલ્ટ સુધારવા માટે લેખિત પરીક્ષા પણ આપી શકે. વેણુગોપાલે કહ્યું કે યુજીસી દરેક કોલેજોને આદેશ આપશે કે તે એડમિશન ત્યારે જ શરૂ કરે, જ્યારે ફિઝિકલ પરીક્ષાનું પરિણામ આવી જાય.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.