Type Here to Get Search Results !

સભા સંચાલન સાંસ્કૃતિક કાર્યક્રમ સંચાલન

સભા સંચાલન સાંસ્કૃતિક કાર્યક્રમ સંચાલન

My School Surat-Educational Paripatra,Gujarat Education, Program Educational News Educational Update Educational Software Educational Paripatra My school surat - education program education news educational update educational job


કાર્યક્રમના આરંભે બોલવા...

ઉપસ્થિત તમે છો તો,લાગે છે ઉપવન

કલાકારનું ચિત્ર,સંપૂર્ણ જાણે.

જો ન તમે હો તો,બધા કહી ઊઠે કે;

વિધાતાની કોઈ કસર રહી ગઈ છે.

-સ્વ.કવિ 'ગની'દહીંવાલા.

અવસર છે રૂડો આજ આંગણે,

ને હૈયે હરખ ઘણોયે વરતાય છે!(૨)

આપ તણી અહીં હાજરી નિરખી,

અમ આંખલડી આજ ઉભરાય છે.

-મહેમાનોના આગમન ટાણે...

-તમારા અહીં આજ પગલાં થવાના,

ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે.

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,

આ ફૂલોનીયે નીચી નજર થઈ ગઈ છે.

આપ આયે તો લઞા જિન્દઞી અપની તો નિહાલ હૂઈ,

મન જૈસે કશ્મીર હૂઆ ઓર આંખે નૈનિતાલ હૂઇ,
આસમય પણ કેટલો સધ્ધર થઈ ઞયો,આપના આઞમન થતા અવસર થઈ ઞયો,

-શાબ્દિક સ્વાગત વેળાએ.....

-છે રસમ અહીંની જુદી,

ને છે રિવાજોયે નોંખા...(૨)

અમારે મન તો કેવળ,

શબ્દો જ કંકુ ને ચોખા.-સ્વ.કવિ.મનોજ ખંડેરિયા.
કોયલ ને કુંજ વિના ન ચાલે ભમરા ને ગુંજન વિના ન ચાલે તમે તો અમારા એવા સ્નેહીજનો અમને તમારા સ્વાગત વિના ન ચાલે.
તમારા અહી પગલા થવાના ચમન માં બધાને ખબર થઇ ગઇ છે઼ ઝુકાવી  ગરદન બધી ડાળીઓએ ફુલોની નીચી નજર થઇ ગઇ છે઼

પુષ્પ ગુચ્છ અર્પતી વેળા....

અમે હૈયાના હરખથી,એ ફૂલો ધર્યાં છે.

એ ફૂલો મહીં લાખ,ઉમંગોને ભર્યા છે.

એને લેજો સ્વીકારી,તમે પણ મનથી;

એને ખિલવવા અમે પણ,કૈં જતન જો કર્યાં છે.-એચ.ડી."અનામી"🌹🌹

દીપ પ્રાગટ્ય વિધિ ટાણે.....

-વક્રતુંડ મહાકાય,સૂર્ય કોટી સમપ્રભ.

નિર્વિઘ્નં કુરુમે દેવ,સર્વ કાર્યેશું સર્વદા.

શુભં કરોતુ કલ્યાણં,આરોગ્યં ધનસંપદ                        

શત્રુ બુદ્ધિ વિનાશાય,દીપ જયોતિ નમોસ્તુતે..(૨)

-કાર્યક્રમની અધવચ્ચે...બોલવા લાયક.

ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે.

ને ફૂલોએ એમાં સુગંધને પાથરી છે.

આ સભાને છોડીને,ના જતા ઓ મિત્રો!આ સભાની રોનક તો,આપની હાજરી છે.આ સભાની....

-ઈનામ વિતરણ વેળાએ...

-ઈ નામને જરૂર યાદ રાખજો ઓ દોસ્તો!

જેહના કર-કમળથી,લો છો ઈનામ દોસ્તો!

દાતાશ્રીઓ માટે...

દાતા વિના ધરમ સૂનો,દાતા વિણ ઘર,ગામ.(૨) દાતા વિણ આ જગે કોઈ,ના થઈ શકે શુભ કામ..હો વિરલા

દાતાની દિલાવરી જુઓ,છૂટ્ટે હાથે કરે દાન.(૨) દાતા થકી હર કાજમાં,ફૂકાય છે ભ'ઈ પ્રાણ...હો..વીરલા.

દાતા-માતા જગમાં જુઓ,નિ:સ્વાર્થ છે બેઉનાં કામ....(૨) 'દાતા' તો આ જગતમાં,પૂણ્ય તણું ભૈ ધામ..હો..

આભાર દર્શન 

મોકો મળયો છે મુજને ત્યારે આ મોકાને લાભ હુ ઉઠાવી લઉ઼ સૌ પ્રથમ કુદરત નો પછી આપ સહુનો આભાર હુ માની લઉ઼઼ ઋણ તોચુકાવી સકતો નથી આપ સૌ નુ પણ આભાર માની આપ સૌને વધાવી લઉ઼

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની સર્વાંગ સફળતા માટે     અનુભવી માર્ગદર્શન હેઠળ  અથાક મહેનત કરીને સુચારુ આયોજન, અસરકારક સંકલન, અને યોગ્ય અમલીકરણ થકી સોંપવામાં આવેલ જવાબદારી સુપેરે નિભાવી તે બદલ હું સંબંધીત તમામનો હ્યદયપૂર્વક આભાર માનું છું.

બદલ શાળા પરિવાર આપ સર્વેનો આભાર વ્યક્ત કરવા ઉત્સુક છે....

વાલીગણ  એવા સર્વેના અમે  ખૂબ ખૂબ આભારી છીએ....

એવા સુકાની .................. સાહેબશ્રી  શિક્ષણ પ્રત્યે ખૂબ જ નાવિન્યતા  , વૈવિધ્યતા દાખવનાર 

તથા 

ચિંતન કરનાર એવા

અમને ખૂબ જ સુંદર મજાનું માર્ગદર્શન પૂંરુ પાડનાર એવા

કહેવાય છે કે ધ્યેય હંમેશા ઉંચા રાખો..અને આપણે નક્કી કરેલ ધ્યેય ચોક્કસ પણે  સફળતા દ્વ્રારા 

સિધ્ધ થશે...હંમેશા કંઇક નવા વિચારને , નવી દિશાને વેગ આપનાર એવા .........
 
શાળાનાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરૂં પાડનાર મારા મિત્ર એવા......

આપના આ માર્ગદર્શન દ્વારા જ આ શક્ય બન્યું છે...તો ફરીથી ખૂબ ખૂબ આભાર....અને ભવિષ્યમાં 

પણ અમારા પથદર્શક રહેશો...એવી આશા.....THANKS A LOT ONCE AGAIN...
         
From:- Gopal Patel


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.